પહેલા કોરીયા દેશ એક હતો પછી તેના બે ટુકડા થઈ ગયા એક દક્ષિણ કોરીયા ના નામે ઓળખાયો ને બીજો ઉતર કોરીયાના નામે ઓળખાયો દક્ષિણ કોરીયાની વાતો ન્યુઝપેપરમાં બહું આવતી નથી પણ ઉતર કોરીયાની વાતો ઘણી જ ન્યુઝ પેપરમાં આવતી હોયછે કારણકે હાલ તેનો પ્રેસીડન્ટ કીમ જોન છે જે ખરેખર દુનીયાના દરેક દેશ માટે ભારે પડેછે હમણાં થોડાક મહિના ઉપર જ તે અમેરિકા દેશની સામે થઈ ગયો હતો બેની વચ્ચે લડાઇ પણ થવાની તૈયારી જ હતી પણ પછી સળગેલું કેમનું હોલવાઇ ગયું એ મને ખબર નથી!
હાલ આ કીમ જોને ભારત પાસે પોતાનો મદદ માટે હાથ લંબાવ્યો છે તેથી મોદી સરકારે તેને સાથ આપવા માટે દિલથી સ્વાગત કર્યુ છે ને તે માટે ભારત સરકારે ઉતર કોરીયા ને દશ લાખ ડોલરનો કોરોના વાયરસનો સામાન આપશે તેમાં કોરોના ને લગતું બધુ જ આવી જાય જેમ કે કોરોના કીટ, દવાઓ, ઇન્જેકશન, વેન્ટીલેટર વગેરે...ભારતની આ એક વિદેશ નીતી રહેલી છે કે ભારતનો ગમે તેવો દુશ્મન દેશ હોય પણ જો તે ભારત સામે પોતાનો મદદનો હાથ લંબાવે તો ભારત જરુર તેની મદદ કરેછે.
આમ કહી દઉ તો, આપણને પહેલેથી જ ઉતર કોરીયા સાથે વધુ ગાઢ સંબંધો છે જ નહી.