માણસ જયારે કોઈ ભુલ કરે તો કોઇ પણ સમજી શકેછે કે જેમ "માણસ હમેશાં ભુલને પાત્ર" પણ જો કુદરત ભુલ કરે તો માણસ પોતે નવાઇ પામેછે
કે અરેરેરે..આ શું!
ભારતના કોઇ એક ગામમાં એક પશુપાલકના તબેલામાં ગાયો, ભેંસો, સાથે બકરીઓ ને એક બકરો પણ છે
પણ તમને નવાઇ એ વાતે લાગશે કે ગાયો,ભેંસો, કે બકરીઓ તો દૂધ આપી શકેછે ચાલો સમજયા કારણકે તે માદા જાતીનાછે પણ જો કોઇ નર બકરો દૂધ આપે તો! જીહા આ પશુપાલકના તબેલામાં રહેલો એક બકરો ખરેખર દૂધ આપે છે તે રોજના બે ટાઈમ બે લીટર જેટલું સવાર સાંજ દૂધ આપે છે તે પણ બકરી જેવુ જ કોઇજ ફરક નહી રંગે ને સ્વાદે ને તેનું દૂધ પશુપાલક ચા તથા પીવામાં ઉપયોગ કરેછે તેનુ કહેવુ એવું છે કે આ બકરામાં કુદરતની ભુલ સમજો કે ગમે તે પણ તેમાં તેને નર ને માદાના બંનેય અવયવો મળેલાછે!
આપણે પણ જાણીએ છીએ કે કેટલાક પશુઓને કયારેક ચારને બદલે પાંચ પગ પણ હોયછે, તો કયારે બે કાન ને બદલે ત્રણ કાન પણ હોયછે, તો કયારેક એક માથાને બદલે બે માથા પણ હોયછે પણ આ બકરાની વાત તો ઘણી જ વિચારશીલ છે જે ખરેખર અશકય હોવુ જોઇછે આજના આ આધુનિક જમાનામાં માણસો ને સ્ત્રીઓ ઓપરેશન દ્વારા જાતી અલગ બનાવી શકેછે પરંતું આ બકરાએ તો એક કુદરતી રીતે જ જન્મ ધારણ કર્યો છે એ કયાંય કોઇ હોસપીટલમાં ગયો નથી કે લઇ જવામાં આવ્યો! તો બંન્ને ચીજો સાથે કેવી રીતે!
ખરેખર કુદરતને કોઇ પહોંચી ના શકે...