કોરોના વાયરસે આજ દેશદુનીયામાં લોકોનું જીવન ધોરણ બગાડી નાખ્યુછે આજે દરેક વર્ગ આથી હેરાન પરેશાન થઈ ગયોછે
નવી નોકરીઓ મળતી નથી! જુની નોકરીઓમાં પણ હવે માલીકે વર્કીગ સમય ઘટાડી દીધો છે જેથી માલીકને કામદારોને મહીનાનો પુરો પગાર ના આપવો પડે! બજારોમાં ચીજ વસ્તુનું વેચાણ ઘટી રહ્યુ છે, લોકો પાસે પૈસો નથી, ઘરમાં ખાવા પીવાનું પણ પહેલા કરતાં બદલાઇ ગયું છે જે લોકો ભોજનની થાળીમાં કચુંબર માગતા હતા તેઓ હવે કચુંબર વગર પોતાનું જમણ જમી રહ્યાછે! આજ વડાપાઉ, પાઉભાજી, આમલેટની, લારીઓ સુની પડી ગઇછે!
બજારમાં લારી ઉપર ખાવા માટે ગ્રાહકો દેખાતા નથી! આ કેવી મહા દશા લોકો ઉપર ચાલી રહી છે!
સુરતમાં એક પાવર લુમની ફેકટરી ચલાવતા માલીક પોતાની ફેકટરી બંધ હોવાથી પોતે પોતાનું ઘર ચલાવવા માટે મોટી માર્કેટમાંથી હોલસેલ લીંબુ લાવીને પોતાની ગાડીની પાછળની બાજુએ બોનેટ ખોલીને વીસ રૂપિયાના કિલો પોલીથીન ફુગામાં વેચી રહ્યાછે! આ દર્શય જોઇને આપણુ ર્હદય કેટલું વિચારો માંગી લેતું હોયછે! પોતાની ફેકટરીના કારીગરો હાલ ગુજરાતમાં કોરોનાને લીધે પોતાના વતનમાં ચાલ્યા ગયાછે જે દિવાળી પહેલા ગુજરાતમાં આવવા તૈયાર નથી તો ફેકટરીના મશીનો તેમના વગર કોણ ચલાવશે!
ધંધો કરવામાં શરમ ના હોય, કોઇ પડોશી આપણને એક બે વાર જમાડશે પણ કોઇ કાયમ મફત જમવાનું નહી આપે આજે આપણા સગા કોઇ આપણને મદદ કરવા તૈયાર નથી થતા તો પડોશીઓ ઉપર આપણે કેટલો વિશ્વાસ મૂકીશું! ઘરમાં પૈસાની તંગી હોય તો આજ ઘર ચલાવવા આપણે કોઇપણ ધંધો કરવો જોઇએ...
જો હિમતે મર્દા તો મદદે ખુદા.