આપણા ઐતિહાસિક તહેવાર માં એક કે વીર પસલી જે ફક્ત બહેન કરે અને સફળ થાય તો બહેન કેટલી ભાગ્યશાળી એક ભાઈ ને પૃથ્વી પર લાવે અને રાખડી બાંધે શુ પ્રભુ હૂ આપને પુછુ કોઈ તો વ્રત એવુ રાખવુ હતુ એક ભાઈ એવુ વ્રત કરે કે રાખડી બાંધનાર બહેન એની મા ના પેટે જન્મ લે. અને રાખડી બાંધે પણ હે મા ચામુંડા આવુ રાખ્યુ હોત તો નાન પણ માં બેન જોડે ધમાલ આનંદ ભાગ માંગત . હવે શુ ? 70 પુરા થયા .પણ આભાર ફેસબુક મને બહેન આપી ૬૫ વરસની ઉમરે મા ચામુંડાની મરજી તો વાંચો એક ભુલાતુ જતુ ઐતિહાસિક શ્રાવણ ના બીજા રવિવારનુ પર્વ "વીર પસલીનુ વ્રત
વિરપસલી વિસરાતી જતી પરંપરા.....
શ્રાવણ માસનો બીજો રવિવાર એટલે આ વિરપસલીનો દિવસ , પ્રણાલિકા એવી છે કે જે પરિવાર માં સંતાન તરીકે દીકરો ન હોય માત્ર દીકરીઓ જ હોય એ પરિવારની કોઈ એક દીકરી સંકલ્પ કરે કે અમારે ત્યાં ભાઈ આવશે તો હું એમના નામની વિરપસલીનું વ્રત કરીશ , સંકલ્પ લીધાના પહેલા વર્ષ એ બહેન વિરપસલીના દિવસે નકોરડો ઉપવાસ કરે છે અને આ સિલસિલો ત્યાં સુધી ચાલે જ્યાં સુધી ચાલે જ્યાં સુધી એ બહેનને વિરો પ્રાપ્ત ન થાય....પછી ભગવાન સૌ સારાવાના કરે અને પરિવાર માં દીકરાનો જન્મ થાય એટલે વિરપસલીના દિવસે એ (ભાઈ) વિરની પસલી એટલે કે ખોબો, એમા જેટલું અનાજ સમય એટલું જ ભોજન લેવાનું આખો દિવસ માત્ર ભાઈની પસલી માં થી આવેલું અનાજ ન ગ્રહણ કરવાનું ....
વિચાર કરો સંકલ્પ લીધા પછી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી નકોરડો ઉપવાસ અને પછી દર વરસે આ દિવસે ભાઈના ખોબામાં સમાઈ એટલું જ ખાવાનું ....છે ને
મહાનતા ...વીરપસલીનું વ્રત કરતી તમામ બહેનોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ વંદન