સાજા થાઓ ભાઈ સાજા થાઓ,
રાગ દ્વેષ ને બાજુમાં મુકીને સાજા થાઓ.
તણાવ વાળી જિંદગીથી દુર થઈ,
બાળકના જેમ વિચારીને સાજા થાઓ.
મારું તારું કરવાનું છોડને,
આપણું કહેતા શીખીને સાજા થાઓ.
તકલીફો આવશે તારે રોજેરોજ,
મનમાં શાંતિ અને ધીરજ રાખીને સાજા થાઓ.
તન તો ચોખ્ખું રાખીએ છીએ,
મન પણ ચોખ્ખું રાખીને સાજા થાઓ.
તકલીફો ને તકમાં ફેરવીને,
સાજા થાઓ ભાઈ સાજા થાઓ.
©
રોનક જોષી.
#સાજા -થાઓ