કોઇને આપણે કયારેક જબાન આપી તો કેટલાક તે આપેલ જબાનનુ પાલન કરતા હોયછે તો કેટલા પાલન નથી!
જબાન એટલે વચન, અંગ્રેજીમાં તેને પ્રોમીસ કહેછે
ગુજરાતીમાં એક મુહાવરો છે કે પ્રાણ જાય પર વચન ના જાય
અમેરિકામાં બે ભાઇબંધ હતા તેઓ લોટરીની ટિકિટો લેવાના બહું શોખીન હતા વારંવાર લોટરીની ટિકિટો લે પણ કયારેય તેમને ઇનામ લાગે નહી એક દિવસ એક ભાઇબંધે એક લોટરીની ટિકિટ લીધી ને બોલ્યો દોસ્ત મને આ લોટરીની ટિકિટમાં એક વિશ્વાસ છે કે આ ટીકીટ જરુર કંઇક પૈસા અપાવશે
વાતો વાતોમાં લોટરીની ટિકિટ લેનાર બોલ્યો જો ભાઇબંધ આ વખતે મને ઇનામમાં પૈસા મળશે તો અડધા તારા ને અડધા મારા પેલો બીજો ભાઇબંધ બોલ્યો દોસ્ત અત્યારે મને તું આમ કહેછે પણ જે દિવસે તને પૈસા મળશે તો તું મારી જોડે બોલીશ પણ નહી ને જે સંબંધ છે તેને પણ તું તોડી નાખીશ
ના ભૈ ના એવુ હું ના કરું તને મારી ઉપર વિશ્વાસ નથી! સામે ભાઇબંધ બોલ્યો વિશ્વાસ તો છે પણ સમયે ભલભલા બદલાઇ જાય છે ત્યારબાદ તેઓ છુટા પડયા પછી દરરોજની જેમ મળતા ને છુટા પડતા
એક દિવસ તેઓ બંન્ને પરિવારના સંજોગે કાયમ માટે છુટા પડયા ફોનથી પોતાનો વાર્તાલાપ કરતા ને પછી વધુ સમય પસાર થવાથી ફોનની આપલે પણ બંધ થઈ ગઇ...
ઘણા સમય પછી પેલા ભાઇએ લીધેલ લોટરીનું પરિણામ પેપરમાં જાહેર થયું
ફલાણો નંબર = ઇનામ = એકસોને સાઇઠ કરોડ રૂપિયા 🤔 !!!
લોટરીનું ઇનામ અમેરીકન ડોલરમાં હતું પણ ભારતના ચલણ પ્રમાણે ઉપરોક્ત જણાવેલ રકમ પ્રમાણે થાય
હવે લોટરીની ટિકિટ લેનાર વ્યકતિને ઇનામ માટે બોલાવવામાં આવ્યા પરંતું તે ભાઇ એકલા ના ગયા કારણકે તેનું એક વચન પણ હતું તેના ભાઇબંધને અડધા પૈસા આપવાનું જે તેને દિલથી પાલન કરવાનું હતું માટે આ ભાઇએ તેના ભાઇબંધની શોધ ચાલું કરી હવે તો તેની પાસે જુનો ફોન નંબર પણ આમતેમ થઈ ગયો હતો માટે તેને ન્યુઝ પેપરમાં પોતાના સરનામા સાથે એક જાહેરાત આપી એ વાંચીને પેલો ભાઇબંધ પોતાની પત્નિ સાથે ભાઇબંધના ઘેર હાજર થઈ ગયો ખુબ વાતો કરી પણ લોટરીની વાત ના કરી તેને કહ્યુ કે ચાલ આપણે બંને ઘણા સમયે મળ્યા છીએ તો સહેજ બહાર થોડુક ફરવા જઇએ પછી પેલા ભાઇએ પોતાની ગાડી પાર્કમાંથી બહાર કાઢી ને બંન્ને ભાઇબંધ પોતાની પત્નિઓ લઇને બહાર નીકળી પડયા ગાડી સીધી જે કંપનીએ પેલી ટીકીટ બહાર પાડી હતી તેની સામે ઉભી રાખી ને બંન્ને ઓફિસમાં દાખલ થયા પેલા બીજા ભાઇએ પુછ્યુ અરે તુ અમને અહીયા કેમ લઇ આવ્યો છે! ચાલને કોઇ બાગબગીચામાં જઇએ! ટીકીટ વાળાએ કહ્યુ જરા ઉભો રહે અહી મારે થોડુક કામ છે ટીકીટ ચેક કરાવી ને કંપનીવાળા એક ચેક જેવુ મોટુ બેનર લઇને બહાર આવ્યા તો પેલો બીજો ભાઇ આ જોઇને નવાઇ પામ્યો ને બોલ્યો અરે તને તો એકસો સાઇઠ કરોડની લોટરી લાગીને ભાઇ તને કોગ્રેચ્યુલેશન પેલો બોલ્યો તને પણ કોગ્રેચ્યુલેશન આ સાંભળી ને બીજો બોલ્યો અરે લોટરી તને લાગીછે તો મને કેમ કહેછે! તો પહેલો બોલ્યો કે મને એકલાને નહી પણ આપણના બંન્નેને લોટરી લાગી છે તો બીજો બોલ્યો પણ હું કેવી રીતે! તો પહેલો બોલ્યો કે તને યાદ છે મે તને શું કહેલું કે લોટરી લાગશે તો અડધા પૈસા તારા હશે ને આજ હું આ વચન પાળી રહ્યો છું
આને કહેવાય દોસ્તી ને આને કહેવાય એક સાચુ વચન.