તમે લોકોએ પેલા સંજયદતની પેલી ફિલ્મ જોઇ હશે " મુન્નાભાઇ એમ બી બી એસ" ફિલ્મનું નામ કંઇક આવુ જ હતું મે પણ બે ત્રણ વખત તે ફિલ્મ જોઇ હતી તેમાં સંજયદતનો અભિનય બહું જ સરસ હતો એક અનપઢ માણસ હોસ્પીટલના એક ડોકટરની પદવી સુધી કેવી રીતે પહોંચે છે તે ફિલ્મનો મુખ્ય સાર હોયછે
આવો જ એક કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે કે સામાન્ય માણસ ડોક્ટર સુધી કેવી રીતે પહોંચી જાયછે!
બે દિવસ પુર્વે એક પોલીસની ટીમે ડોકટરના નામે એક માણસ બોગસ દવાખાનું ખોલીને બેઠો હતો તે સામાન્ય બીમારીઓનો ઇલાજ પણ કરતો હતો ને આજકાલ ચાલી રહેલા કોરોના વાયરસનો સ્ટેટ પણ કરતો હતો પણ તેનો બોગસ એમ બી બી એસનો ધંધો વધુ ચાલ્યો નહી ને કોઇ વ્યકતિ વાયરસના રિપોર્ટમાં તે પકડાઈ ગયો. દવાખાનામાથી મળેલ કુલ સાત હજારના સરસામાન સાથે તેની ધરપકડ કરવામાં આવી છે.
આવા તો ઘણા જ બોગસ ડોકટરો હાલ પણ આપણા દેશમાં નાના મોટા દવાખાના કે કોઇ પોતાની નાની હોસ્પીટલો ખોલીને બેઠા છે
જે તેઓ જલદી એમ પકડાતા નથી પરંતું ભારતમાં બધુ જ ચાલે છે પૈસા ફેંકો ને ધંધો કરો તેના જેવો આ ખેલ છે
બોગસ ડોકટર, બોગસ શિક્ષક, બોગસ પોલીસ, બોગસ કોઇ રેલ્વે કર્મચારી, બધુ જ આમ ઘણા ઠેકાણે હોયછે પરંતું તે વહેલા મોડા તો પોલીસના હાથે ગમે ત્યારે જરુર પકડાઇ જાયછે.