હમણાં બે દિવસ ઉપર જ સ્કુલના વિદ્યાર્થીઓને મળતું ઓન લાઇન શિક્ષણ ખાનગી શાળાઓએ બંધ કરી દીધું છે આમેય સરકારે સ્કુલના વિધાર્થીઓ પાસેથી ફી ના પૈસા લેવાની ના પાડી આથી ખાનગી શાળાઓના શિક્ષકો ઉપર હાલ આભ ફાટી નીકળ્યું છે કારણકે શાળામાં કોઇ ફી નથી આવતી, નથી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી! તેથી શિક્ષકોને તેમનો પગાર મળતો નથી તેથી આવા શિક્ષકોને પોતાનું ઘર ચલાવવું ઘણું અઘરુ બની ગયું છે લોનો લઇને બેઠેલા શિક્ષકો પોતાની લોનો નથી ભરી શકતા હાલ આવા શિક્ષકોને અમુક વાર પોતાના ઘરની કિમતી ચીજો (સોનાના દાગીના) વેચીને પોતાનુ ઘર ચલાવવું પડતું હોય છે તેમ એક સમાચારમાં માલુમ પડયું છે એક શાળાના શિક્ષકે એવુ પણ વિચાર્યું હતું કે ચાલો ( પત્ની સાથે) હમણાં શાળાઓ ખુલે તે પહેલા નાનો ફેરી ફરવાનો કોઇ ધંધો ચાલુ કરી દઇએ જેથી આપણું ઘર સહેજ ચાલ્યા કરે પણ પછી તેમને વિચાર્યું કે અમે જો કોઇ કટલરી લઇને રોડ ઉપર કે ગામડાની શેરીઓમાં ફેરી ફરીએ તો અમારી શાળા ના અમુક વિધાર્થીઓ અમને કદાચ ઓળખી જાય તો એ જોઇને તેમની સામે અમે ઘણા નીચા દેખાઇએ, કરવું તો હવે શું કરવું તે જ સમજ નથી પડતી! ઘરમાં અમારા મા બાપ છે બે નાનાં છોકરાં છે હાલ અમારી પાસે કોઇ ખેતી કરવા જમીન નથી, ભાડાના મકાનમાં રહીએ છીએ, માટે ભાડુઆત પણ દર મહીને ભાડુ માંગવા ઘરે આવીને ઉભો રહેછે આ બધી હકીકત અમે જયારે શાળાના સંચાલકને વાત કરીએ છીએ ત્યારે તેઓ એક જ જવાબ આપે છે કે શાળામાં કોઇની ફી આવતી નથી માટે અમે તમારો પગાર કેવી રીતે આપી શકીએ!
ખરેખર આ કોરોનાથી લોકડાઉન થવાથી ભલભલાની જીંદગીઓ એક નર્ક સમાન બની ગઇ છે બસ આપણે સૈ કોરોનાને બે હાથ જોડીને વિનંતી કરીએ કે બસ હવે બહું થઇ ગયું
જા ભૈ જા..અમારા દેશમાથી... 🙏