સંગ્રહ પાપનું મૂળ છે. જ્યાં માલિકી ભાવ પેદા થાય છે. આપણી જરૂરિયાત થી વિશેષ સંગ્રહ કરવો એટલે બીજા ના હક ને પડાવી લેવા બરાબર છે.
આજે દેશમાં સંગ્રહખોરી અને ભ્રષ્ટાચાર એના. જીવંત પરિણામો છે. સત્તા ની લાલસા ને ખુરશી ની લાલચ સંગ્રહ ના લીધે છે. માણસ ત્યાગ નો ધર્મ ભુલી જાય છે. હું ને મારું બસ આટલું જ જીવન છે.
દેશ માં સેવા ના નામે મેવા લુંટવાનો હુન્નર એટલે રાજરમત છે. આજે નેતાઓ પૈસા થી ખરીદાય છે, પાર્ટી બદલાય છે
દેશની સેવા કરવી હોય તો પાટલી બદલવા ની ક્યાં જરૂર છે. મતદાર નો વિશ્વાસ તોડી ને પક્ષપલટો થાય છે.આ બધું સ્વાર્થ વશ સંગ્રહખોરી નું પરિણામ છે.