લાભ#
મનુષ્ય દેહ મળ્યો એટલે મોટા માં મોટો લાભ.
માતા પિતા ને ગુરુ નું સાનિધ્ય એ મોટો લાભ.
સ્વસ્થ શરીર , વિચાર શીલ મન, સ્વૈરવિહારી
તર્ક શક્તિ માં તરબોળ ઈચ્છા શક્તિ એ લાભ;
સુંદર મજાનું ભોજન, વસ્તુઓને ને દાગીના,
રહેવા મળે સુંદર ઘર,. સૌથી મોટો છે લાભ;
અન્ન જળ વસ્ત્ર ધારણ કર્યાં, ચૈતન્ય દેહધારી,
પ્રેમ સ્વરૂપ જીંદગીમાં, આનંદ અનુભૂતિ લાભ