બાઇકો ચલાવનાર લોકો ચેતી જાવ...
આજકાલ બાઇક ચલાવનાર વ્યકતિ જયારે બાઇક ચલાવે છે ત્યારે તેની પાસે ક્યારેક તેનો નાનો પરિવાર બેઠેલો હોયછે તો ક્યારેક તેની જનેતા બેઠેલી હોયછે તો કયારેક બેન અથવા સગો બાપ પણ બેઠેલા હોયછે આથી ચલાવનાર જરાક વધું ફોમમાં આવી જતો હોયછે ને તે ચલાવતી વખતે બધુ જ ભાન ભુલી જતો હોયછે કે પાછળ મારા ઘરનાં સગાં અથવા મારો પોતાનો પરિવાર બેઠો છે! બસ તેતો બાઇક ચલાવવાના જ મુડમાં હોયછે ને જયારે સામે કોઇપણ વ્હીકલ સાથે તે ઓવરટેક કરતો હોયછે ત્યારે તેને બીજુ કશુ જ યાદ નથી આવતું ને જયારે એ ઓવરટેક સક્સેસ નથી જતો ત્યારે તે સામેવાળાના વ્હીકલમાં જોરદાર અથડાય છે ત્યારે તેનો જીવ અથવા પાછળ બેસનારનો જીવ ચાલ્યો જાયછે.નીચે આપેલ એક ફોટામાં એક છોકરો તેની સગી માને બાઇક પાછળ બેસાડીને કયાંક જતો હતો ને ઓચિંતી તેની સામે કોઇ આવેલ ટ્રકે તેની બાઇકને જોરદાર ટકકર મારી ટકકર એવી હતી કે છોકરાનું મોત પોતાની સગી માની સામે જ થઈ ગયું ને બાઇકના પણ કેટલાક પ્લાસ્ટીકના ટુકડા રોડ ઉપર આમતેમ આમતેમ તુટીને વેરાઇ ગયા...!