નીચે આપેલ ફોટામાં દર્શાવેલ પરિવાર એક સંયુક્ત પરિવારછે
તેમાં ઘરના વડીલ પણ છે તેમની પત્ની પણ છે સાથે તેમની લાડકી દીકરી પણ પણ છે ને ચોથી વયકતિ ઘરની કામવાળી પણ છે આ ફોટો જોઇને સૈ કોઇ એમ સમજી શકેછે કે અહિં આ પરિવાર કેટલો સલામત છે કારણકે ઘરના દરેક વ્યક્તિએ પોતાના મોઢાં ઉપર માસ્ક પહેરેલાછે તો શું આપણે આપણા ઘરમાં આવી રીતે માસ્ક પહેરીએ છીએ!
લગભગ કોઇ જ નહી કારણકે આપણે આપણી સેફ્ટી બહાર કરીએ છીએ ઘરમાં શું કામ કરવાની! ઘરના દરેક સભ્યો આપણા પોતાના જ સ્તો છે!
અહિ તમે ભુલોછો! જેટલો કોરોનાનું જોખમ બહાર હોયછે તેના કરતાં ડબલ જોખમ ઘરમાં જ હોયછે...! સમજો ઘરમાંથી કોઇપણ એક વયકતિ ગમે ત્યારે બહાર તો જતી જ હોયછે આમાંથી કોઇપણ વયકતિ બહારથી આવીને કદાચ કોરોના ઘરમાં લઇ ને આવે તો ઘરની કોઇ પણ વ્યકતીને કોરોના તરત થઇ શકેછે.કારણકે ઘરવાળા ગમે ત્યારે કામથી પોતાનું માસ્ક તો કાઢતા જ હોયછે જયારે બહાર તો આજકાલ કોઇક જ માસ્ક વગરનું તમને જોવા મળશે નહી એટલે આજ ડોકટરો એવું કહેછે કે આજની પરિસ્થિતિ પ્રમાણે બહાર કરતાં ઘરના સભ્યો થકી કોરોના થવાના ચાન્સ વધુ હોયછે
માટે આજથી આ જાણ્યા પછી તમે પણ તમારા ઘરના દરેક સભ્યોને માસ્ક જરુર ને ફરજીયાત પહેરાવો. કારણકે કોરોનાને કોઇ નાતજાત કે ઘર્મ હોતો નથી દરેક જણને કોરોના થઇ શકેછે તે કયારેય કોઇએ ભુલવુ ના જોઇએ.