લોહી ની સગાઈ ( નાની વાર્તા )
એમુલેન્સ માંથી લોહી લુહાણ હાલત માં ૧૭ વર્ષ ના છોકરા ને લયને બેહોશી સાથે બધા રડતા દવાખાને આવ્યા.પપ્પા એ ડોકટર ને કહ્યું ભલે ગમે એટલો ખર્ચો થાય મારા દીકરા ને બસ સાજો કરી આપો. ડોકટરે કહ્યું આનું લોહી ઓછું છે ગમે તેમ કરી લય આવો લોહી .૧૮ વર્ષ ની દીકરી ને પિતા એ કહ્યું તું જા અખા શહેર માંથી ગમે તેમ લોહી લય ને તારા ભાઈ ને બચાવી લે .દીકરી યે કહ્યું હા પપ્પા હું જાવ છું ને ભાઈ માટે લોહી લય ને આવું છું. ઘણી કલાકો પછી એ આવી એ પણ ખાલી હાથે .પપ્પા એ પૂછ્યું કેમ શું થયું દિકરી ના મળ્યું લોહી ?.દીકરી યે નિરાશા સાથે કહ્યું ના પપ્પા ,અમુક લોકો પાસે હતું પણ એ બધા બીજી જ્ઞાતિ ના હતા બીજા ધમૅ ના હતા .પપ્પા એ કહ્યું હા તો એમાં શું થયું બેટા લય ને અવાય ને તારે...! ત્યારે દીકરી એ કહ્યું પણ પપ્પા તમે જ અમને નાનપણ થી શીખવાડ્યું છે કે બીજી જ્ઞાતિ અને ધર્મ ના લોકો પાસે કઈ લેવું નય અને એનાથી દૂર રહેવું..
આટલા શબ્દો સાંભળી ને પિતા ની આંખો માં પાણી આવી ગયા અને ખુદ ને માટે એ શરમ અનુભવવા લાગ્યા આંખો નીચી નમી ગઈ...
- પ્રદીપ ગજ્જર