આજકાલ બજારોમાં જાત જાતના ભાતભાતના રંગબેરંગી માસ્ક મળતા થઈ ગયાછે દશ રુપીયા થી માંડી ને સો રુપીયા સુધીની કિંમતના માસ્ક મળેછે
તેમાં અમુક માસ્ક તો આગળ ગોળ વાલ્વ વાળા પણ આવેછે જેમાં આગળ એક નાનુ ગોળાકાર ફિલ્ટર હોયછે તેનાથી પહેરનારને અંદર બહારની ચોખ્ખી હવા મળેછે જે હવા બહારથી ફિલ્ટર થઈ ને અંદર આવેછે પણ તે જે હવા પોતાના મોંઢેથી બહાર કાઢેછે તે હવા અંદર થી બહાર ફિલ્ટર થઈ ને નથી આવતી માટે આવા માસ્ક પહેરનાર અત્યંત સુરક્ષીત રહેતો હોયછે પણ વિજ્ઞાન સાથે સાથે ડોકટરો પણ એવું કહેછે કે આવા માસ્કથી કોરોના વધુ પડતો ફેલાય છે માટે સરકારે આવા માસ્ક વેચવા કે પહેરવા ઉપર પ્રતિબંધ કરી દેવો જોઇએ! જરાક સમજયા કે નહી! નહી!
ચાલો હું જ તમને આના વિશે વિસ્તારથી સમજાવું...
માનો કે કોરોના ચેપી કોઇ માણસે આ માસ્ક પહેર્યું છે પણ તમને ખબર નથી કે આ ઉભેલ વ્યકતિ કોરોના ચેપી છે
તેને તો અંદર બહારની હવા ચોખ્ખી મળતી રહેશે પણ અંદરથી તેના મોઢામાંથી જે હવા તે બહાર કાઢેછે તે હવા જો સામે જેને માસ્ક નથી પહેર્યું તેને તે હવા નાક કે મોં વાટે તેનામાં જશે તો સામે વ્યકતિ કોરોના વાયરસનો ચેપી આપોઆપ બની જશે કારણકે તેને જે હવા બહાર કાઢી તે હવા બિલકુલ શુધ્ધ નથી પણ તે કોરોના વાયરસ વાળી ચેપી હવા હોયછે પણ જો સામે વ્યક્તિએ માસ્ક ગમે તેવી ક્વોલિટીનું પહેર્યું જ હશે તો તો તેને કોઇ જ વાંધો નહી આવે માટે હવે જો તમને કોઇ આવી માસ્ક વાળી વ્યક્તિ કદાચ તમારી સાથે આવે તો તમારે તમારી (માસ્ક તરત મોં ઉપર લઇ લેવુ) ચોક્કસ કેર તાત્કાલીક લઇ લેવી જોઇએ નહી તો..તમે ગયા કામથી. કોઇપણ વ્યકતિ કોઇને પણ સામેથી નહી કહે કે મને કોરોના છે અથવા તો મને કોરોના જેવા લક્ષણો લાગેછે!
આવા માસ્ક નો પ્રતિબંધ ભારતમાં આવશે ત્યારની વાત ત્યારે પણ આવા માસ્ક આજકાલ લોકો બહુજ પહેરતા થયા છે કે જેમને સાદા માસ્ક પહેરવા નથી ગમતા...ટુંકમાં આવા માસ્ક પહેરનાર આપણી સામેની વ્યકતિ બિલકુલ સુરક્ષીત હોયછે પરંતું તેની સામે માસ્ક નહી પહેરનાર વ્યકતિ જરાક નહી, પરંતુ વધુ જોખમકારક બની જતી હોયછે!
સાદા માસ્ક પહેરો, આપણાં હાથ સાબુથી અથવા સેનેટાઇઝરથી ધોવા, ને બે વચ્ચે વાત કરવામાં એક મીટરનું અંતર જરુર રાખો..આવુ બધુ હું કહી કહીને ( લખી લખીને) હવે તો થાકી ગયોછું!!!