અરવલ્લી જીલ્લાનાં મોડાસા ગામમાં બે પ્રેમી યુગલ રહેતા હતા રોજ મળે, રોજ વાતો કરે, તેમનો પ્રેમ દિવસે ના વધે તેટલો રાતે વધુ વધવા લાગ્યો એટલે તેઓ એકબીજાના પ્રેમમાં એટલા પાગલ બની ગયા હતા કે સમયે સરખુ જમે નહી! રાત્રે સરખી ઉઘ ના લે! ખાતાપીતા બસ એકબીજાના જ વિચારો કરે..ને વધુ એ પણ વિચારતા હતા કે શું અમારા પ્રેમની જીત થશે કે નહીં! પરંતું કુદરતે તેમના જીવનમાં કંઇક અલગ જ લખ્યુ હતું એક દિવસ પ્રેમીકાની બીજા છોકરા સાથે સગાઇ થઇ આ વાત પ્રેમીને મળી પછી પ્રેમી આ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયો પ્રેમીકાને કહ્યુ કે તુ જો બીજા સાથે લગ્ન કરશે તો હું તારા વગર નહી જીવું તારે લગ્ન તો મારી સાથે જ કરવા પડશે પણ પ્રેમીકા આ બાબતે લાચાર હતી તેની દશા એક સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ ના પેલા છોકરા સાથે લગ્ન કરવાનો વિચાર હતો કે ના આ તેના પ્રેમીને છોડી શકે...બસ આપઘાત સિવાય બીજો રસ્તો તેમની પાસે ના હતો
પછી બંન્ને એક ઝાડ ઉપર ચઢી ગયા ને પ્રેમીકાના ડ્રેસના દુપટ્ટાથી તેમને પોતાની આ દુનીયા જીવન મરણ સાથે સંકેલી લીધી ના સાથે જીવી શકાય તો સાથે અચૂક મરી તો શકાય છે.