લોકો કહેછે આજકાલ કોરોના જેવી મહામારીમાં હોસ્પીટલમાં કામ કરતા દરેક ડોક્ટર ને નર્સ એક સાક્ષાત ભગવાન સ્વરુપે દર્દીઓને સારવાર આપી રહ્યા છે, આમાં કોઇ બે મત નથી વાત બિલકુલ સો ટકા સાચી છે દર્દીને પણ એક બાજુ ભગવાનના ઉપર ભરોસો હોયછે તો એક તરફ ડોક્ટર પણ ભગવાનને યાદ કરીને દર્દીની દેખભાળ રાખે છે પરંતું ભગવાનના પણ અમુક નિયમો હોયછે કે કોણે જીંદગી આપવી ને કોની જીંદગી લઇ લેવી! ઘણા બિમાર દર્દીઓ સાજા થઈ ને પોતાને ઘેર પણ જાયછે તો ઘણા દર્દીઓ મોતને ભેટીને ઘરે જવાને બદલે સીધા સ્મશાને પહોંચી જાયછે અનેરો ખેલ છે આ..ભલે ડોકટર નવ દર્દીઓને સાજા કરે પરંતું બેડલક દસમો નંબર કયારેક ડોક્ટરનો પણ ખરાબ હોય શકેછે કોરોના ગમે ત્યારે ને ગમે તેને થઇ શકેછે એ કયારેય કોઇએ ભૂલવું ના જોઇએ 👈
સુરતમાં આવેલી એક હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા નામે રશ્મીબેન પટેલને દર્દીઓની સેવા કરતાં તેમને પણ કોરોનાનો ચેપ લાગી ગયો ત્યારબાદ સારવાર દરમ્યાન તેમનું પણ મોત થઇ ગયુ, ઘણું ખોટું થયું કહેવાય ડોક્ટર પોતાની જાતની આટઆટલી દેખભાળ રાખેછે છતાંય ડોક્ટરને પણ કોરોના થઇ જાય આ તે કેવો વાયરસ કહેવાય! લોકોને બચાવનારો ખુદ કોરોનાની ઝપટમાં આવી જાયછે.
કુદરતનો ખેલ કેવો અનેરો છે તેને કોઇ સમજી શક્યુ નથી ને કોઇ જાણી શક્યુ નથી, બસ ભગવાન સૈનુ ભલુ કરે.