ભારતનું એક રાજય જેનુ નામ મધ્ય પ્રદેશ તેમાં ભોપાલ નામનું એક શહેર જેમાં એક કાકા રહેતા હતા તેમને એક શોર્ટ પેન્ટ ( કટીગ ચડ્ડી) ની જરુર હતી તેથી તેમને એક કાપડની દુકાનમાંથી ચડ્ડી માટે બે મીટરનું કાપડ ખરીદ્યું ત્યારબાદ તેમના ઘરની પાસે કપડાં સીવતા એક દરજીને તેમની ચડ્ડી બનાવવા પેલું ખરીદેલુ કાપડ આપ્યુ માપ લીધુ પછી લઇ જવાનો વાયદો થયો થોડાક દિવસ પછી ચડ્ડી પણ તૈયાર થઈ ગઇ પછી દરજીએ કાકાને પોતાની ચડ્ડી લઇ જવા કાકાને ઘેર એક સંદેશો મોકલ્યો કાકા સંદેશો જાણીને તરત પોતાની તૈયાર થયેલ ચડ્ડી લેવા ઓલા દરજીની દુકાને આવ્યા પછી ચડ્ડી ઘરે લઇ જઇને જરા પહેરી જોઇ તો કાકાને ચડ્ડી ટુંકી બનાવી તેમ લાગી પછી કાકા ફરી તે ચડ્ડી લઇ ને દરજીની દુકાને ગયા ને ઓલા દરજીને બે ચાર જણ વચ્ચે ઘણો જ ખખડાવી નાખ્યો દરજીને લાગ્યુ ખોટુ આ જોઇને પછી કાકા ઠંડા મગજે વિચાર કરી ને બોલ્યા કે જરાક આ ચડ્ડી મને થોડીક લાંબી તો કરી આપો તો દરજીએ તે ઘસીને ના પાડી દીધી એટલે કાકા ગરમ થયા ને કહ્યુ કે હું અત્યારે જ સામે પોલીસ સ્ટેશનમાં જઉછુ ને તારી કંપ્મલેન લખાવુ છું તો દરજી બોલ્યો તમારાથી જે થાય તે કરી દો હું તમારી ચડ્ડી હવે રીપેરીંગ નથી કરવાનો...
અને કાકા ખરેખર પોલીસ સ્ટેશન ગયા ને પોતાની કંમ્પલેન લખાવી આમતો પોલીસે કાકાની કંમ્પલેન તો લખી પણ પોલીસે કહ્યુ કે કાકા આવી કંમ્પલેનમાં અમારાથી કોઇ પગલાં ના ભરાય આ તમારો ઘરેલું મામલો છે તો તમે જાતે સોલ કરો અથવા તો તમે જાતેજ સીધા કોર્ટે જાવ...કદાચ કોર્ટ કોઇ નિર્ણય કરે! કાકા વિચારે ચઢ્યા કે હવે મારે શું કરવું! કાકાને વિચાર આવ્યો કે કોર્ટે બોર્ટે કંઇ જવુ નથી ચડ્ડી ને બદલે મારો જ ચડ્ડો ધકકા ખાઇ ખાઇને થઇ જશે
બસ પછી તો કાકા નિરાશાનો છણકો નાખીને પોતાની ચડ્ડી સાથે પોતાના ઘર તરફના રસ્તે નીકળી પડયા.