રશિયાની બગલમાં એટલે કે તેની બાજુમાં આવેલ નાના દેશમાં એક ન્યૂઝ એન્કર હતી તેને એક દિવસ સમય પ્રમાણે લાઇવ ટીવી ઉપર સમાચાર વાંચવા માટે બોલાવી તેનુ નામ મારીકા હતું સમાચાર પહેલા આવા ન્યુઝ એન્કરો થોડીક પ્રેક્ટીસ પણ કરી લેતા હોયછે જયારે તે પ્રેક્ટીસ કરતી હતી ત્યારે તેને તેના ઉપરી અધિકારીને ફરિયાદ કરી કે સાહેબ હાલ મારાથી ન્યુઝ નહી વાંચી શકાય કારણકે મને મોઢામાં દાંતનો દુખાવોછે...
સાહેબ જરા કડકાઇથી કહ્યુ કે તમારે મને પહેલા કહેવું હતું ને તો હું કોઇ બીજા ન્યુઝ એન્કરને રોકાવી રાખતને
હવે શું સૈ કોઇ ચાલ્યા ગયા ને હવે તો ગમે તેમ તમારે લાઇવ ન્યુઝ વાંચવા પડશે બસ પછી મકીરા થોડીક હિંમત રાખીને કેમેરા સામે લાઇવ ન્યુઝ વાંચવા બેઠી બે ચાર સમાચાર વાંચતા તો તેને કોઇ વાંધો ના આવ્યો પછી એક સમાચાર વાંચતા તેના મોઢામાંથી તુટી ગયેલ દાંત બહાર નીકળવા લાગ્યો પણ તેને સમય સુચકતા વાપરીને પોતાનો જમણો હાથ મોં તરફ લઇ જઇને તુરંત તૂટેલો દાંત પોતાના હાથમાં લઈ સાવચેત પ્રમાણે બેઠેલ ટેબલ નીચે ફેકી દીધો જોનાર કોઇને પણ આ બાબતની જરા પણ ખબર ના પડી કે અકીરાએ એક સેકંડ માટે શું કર્યુ!
સમાચાર વાંચી રહ્યા પછી અકીરાએ રાહતનો સ્વાસ લીધો ને તેના ઉપરી અધિકારીએ શાબાશી પણ આપી.
આને કહેવાય એક હિંમત.