સહેલું નથી જીવવું,
અઘરી બની રહી છે જિંદગી,
કોરોના ના ડર માત્રથી,
પળ પળ મરી રહી છે જિંદગી,
રાત પડે ને હૈયે ટાઢક થાય,
આજનો દિવસ જીવી ગઈ જિંદગી,
દુઃખમાં સુખ તરફ મીટ માંડીને,
આગળ વધી રહી છે જિંદગી,
સુખમાં દુખના દિવસો યાદ કરીને,
દુઃખી થઈ રહી છે જિંદગી,
સમય દરજી બની ને બેઠો છે,
વેત પ્રમાણે કાપ્યા કરે છે,
તાકા માંથી રૂમાલ બની રહી છે જિંદગી,
તરીને દરિયો પાર કરવો તો,
ઝાંઝવાના જળ માં જ અટવાઈ રહી છે જિંદગી,
મોતનો ડર રહ્યો નથી મનુષ્યને,
સહેલું નથી જીવવું,
અઘરી બની રહી છે જિંદગી.
#સહેલું