જાગ દ્રોપદી તારી રક્ષા હવે ખુદ કર.
ખુદની રક્ષા ખુદ કર હવે નહીં આવે.!
ક્યાં સુધી બીજાના ભરોશે બેસીશ?
તારા વસ્ત્ર-અલંકાર નું ધ્યાન તું રાખ.
બિકાવ છે આ મીડીયા , ના બેશ.!!
ખુદની રક્ષા ખુદ કર હવે નહીં આવે.!
કોની પાસે મદદ માંગે છે.?
દરબાર માં હવે દુઃશાસન જ છે.
મહેંદી મુકવાનું બંધ કર...!!!
પોતાની ભુજાને મજબૂત કર.
અંધ રાજા છે એવું સાંભળ્યું હતું.
મેંતો મુંગો અને બહેરો પણ જોયો.
ગમ છે હોઠ પર માસુમ જનતાના.
કર્ણ દ્વાર પર પોલીસ પહેરો.
ઈજ્જત વગરનાં છે ઘણાં ,
એ શું ઈજ્જત બચાવે તારી!!?
- કાર્તિક બલદાણિયા