કાલે હું રોડ ઉપર મારા હોન્ડાના વ્હીકલોનું માર્કેટીંગ કરતો હતો મારી સાથે મારી ઓફિસનો ઘણો બધો સ્ટાફ પણ હતો બપોરે વધુ કામ ના હોવાથી હું આમતેમ આંટા મારતો હતો
તેવામાં જ એક બાર વર્ષનો નાનો છોકરો હાથમાં લખવાની પેનો લઇને આવ્યો ને મને કહેવા લાગ્યો કે...
સાહેબ પેન જોઇએ છીએ!
મે કહ્યુ ના મારે નથી જોઇતી
છતાંય તે ગયો નહીં ને મને કહેવા લાગ્યો કે સાહેબ હું દશ રુપીયાની બે પેન વેચી રહ્યો છું જો તમારે લેવી હોય તો દશની ત્રણ નંગ આપી દઇશ બસ...
મે ફરી તેને કહ્યુ કે મારે હાલ પેનની જરુર નથી મારી પાસે હાલ છે
આ સાંભળીને તેની આંખમાંથી આંસુ નીકળી આવ્યા ને તે સતત મારી સામે જોતો રહી ગયો
મે પુછ્યુ તું શા માટે રડે છે!
ના સાહેબ આતો આમ જ આંસુ નીકળી ગયા..
પછી મે ફરી તેને પુછ્યુ શું તારો સવારથી કોઇજ ધંધો નથી થયો!
તેને રડતા રડતા ના કહ્યુ
મે પુછ્યુ તે ખાધુ કે નહી!
તેને કહ્યુ ના સાહેબ..ભુખ તો મને બહુ જ લાગી છે કંઇ ધંધો થયો નથી ને ખાવાના પૈસા પણ ખિસ્સામાં નથી માટે તમને દશ રુપીયામાં બે ને બદલે ત્રણ પેન આપી રહ્યો છું
મે કહ્યુ કે લે આ દશ રુપીયા ને ખાઇ લે
તેને ના લીધા ને મને કહયું કે સાહેબ એવી રીતે હું તમારા પૈસા નહી લઉ તમારે પેન જરુર ખરીદવી પડશે
મે કહ્યુ સારુ સારુ તુ મને ત્રણ ને બદલે બે જ પેન આપ તો હું લઉ
તેને હા પાડી ને મને દશ રુપીયામાં બે પેન આપી ને કયાંક ચાલ્યો ગયો....