કૃષ્ણ રૂપી સાગર ને
નદીઓ રૂપી ગોપીઓ જાણે
મળવા ને ડોળતી સાગર રૂપી કૃષ્ણ ને..
છૂટ્યા કૃષ્ણ જેમ ગોપીઓ થી
એમ સાગર પણ ઘણો દૂર છે..
દુરતા દૂર કરી હરખ ઘેલી નદીઓ
વાંકા, ચુંકા ઉંચા નીચા રસ્તે દોડી દોડી જાય છે..
મળવા ની આશા એવી તો કેવી કે
છલકાતી મકલાતી અે દોડી દોડી જાય છે.
હૈયામાં ઉમંગ એવો તો છે કે
સાગર રૂપી કૃષ્ણ પોતાની અંદર સમાવી જાય છે..
કૃષ્ણ રૂપી સાગર ને
નદીઓ રૂપી ગોપીઓ જાણે
મળવા ને ડોળતી સાગર રૂપી કૃષ્ણ ને..
#Sym