જીવન એક પાઠશાળા
મુઠ્ઠી ભરીને રેતી લઈએ ને તો થોડીક રેતી મુઠ્ઠીમાં થી બહાર સરી જાય છે, જે મુઠ્ઠી ની ક્ષમતા કરતા વધારે છે. જેને સરી જતી અટકાવવા માટે આપણે કંઈ જ કરી શકતા નથી. જીવનમાં પણ કંઇક એવું જ છે. અમુક તકલીફો આપણે લાખ પ્રયત્નો કરવા છતાં પણ દૂર કરી શકતા નથી અને આપણે એ તકલીફો દૂર કરવામાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. અને એમ કરવા જતા આપણી પાસે જે છે, આપણ ને જે મળે છે તેનો આનંદ લેવાનું રહી જાય છે. તો...હાથમાં જેટલી રેતી છે...જીવનમાં જેટલું મળ્યું છે....એને દિલ ખોલીને જીવો....!!!!
# जिओ दिल से