પહેલો વરસાદ.... !
કાશ તું હોત... વારંવાર બોલાતો આ શબ્દ એક વ્યક્તિ દ્વારા . . જે પોતાની જીવનસંગીની ગુમાવી ચુક્યો છે.આજે પણ એ એની સાથે વિતાવેલી ક્ષણો ને વાગોડી મનોમન રડી રહ્યો છે. અને કલમથી પોતાની લાગણીઓને ડાયરી પર રેલાવી રહ્યો છે.વારંવાર કલમ પણ અટકી અટકી ચાલે છે અને ડાયરી ના પાના પણ એના અશ્રુથી ભીંજાઈ રહ્યા છે.બધું વાગોળતા લખે છે..,
ગરજતી વીજળી ને ધોધમાર વરસાદ માં પહેલી વાર મળેલી તું મને. સફેદ ડ્રેસ,આસમાની ઓઢણી, ગાલ ઉપર પડતા ખાડા, સોહામણો ચહેરો,ગમગીન વ્યક્તિ ના મોઢા પર સ્મિત લાવી દે એવું તારું સ્મિત.એ પહેલી મુલાકાતમાં જ બધું હારી ગયો.મારી તને કરેલી નાનકડી મદદે આપડને મિત્ર બનાવ્યા.અને મિત્રતા ક્યારે ધીમે ધીમે અનહદ પ્રેમ માં ફેરવાઈ એ જાણે ખબર જ ના પડી અને તું ને હું અગ્નિ ની સાક્ષીએ અતૂટ બન્ધન માં બન્ધાયા.
આજે પણ આપડી થયેલી પહેલા વરસાદમાં રિક્ષાની મુલાકાત મને પાછો પલાળી દે છે અને પાછો જાણે હું તારી જોડે જ છું એમ એ ક્ષણ ને જીવી લવું છું.આજે તું નથી પણ આ હદય પળે પળે તને પાછી મેળવવા ઝંખે છે.કેમ ના ઝંખે. ..? જિંદગીના પચાસ વર્ષ સાથે વિતાવ્યા છે.પહેલી મુલાકાત થી લઇ તારા ધબકતા હ્રદયની બીમારીના અંતિમ શ્વાસ સુધીની ઘડીઓ !
પૂજા, કાશ તું હોત... તો.. આ બાલ્કની જેવી ખુલ્લી મારી જિન્દગી સુની ના હોત!
બેઠક રૂમની લાકડાની ખુરશીમાં બેઠેલો હું,અને તું લઈને આવતી તારા હાથની સુગંધીદાર ચાં.તારું મારાં હાથમાંથી સાથે સમય પસાર કરવા માટે પેપરનું મુકાવું અને ખડખડાટ હસતા હસાવતા કરતા દિનભર ની ચર્ચા.અને જયારે ઓફિસ થી પાછો આવતો ત્યારે... તારા કાન તો જાણે ડોરબેલ પર જ.. અને દરવાજો ખોલતા જ તને મારાં મોઢાની રેખાઓ જોઈને ખબર પડી જતી મારાં મૂડની !કઈ વાત મન માં ઘર કરી ગઈ છે? એ પ્રોબ્લેમ નું સોલ્યૂશન પણ ચુટકી માં તું લાવી દેતી.
આજે ઘર માં પુત્ર છે પુત્રવધુ છે. તોફાની પણ દાદા દાદા કરતા અને મારાં માબાપ હોય એમ મારું ધ્યાન રાખતા બાળકો પણ છે.પણ બધા પોતાના જીવનમાં ખુબ વ્યસ્ત છે.મારાં મોઢા પર નું સ્મિત એ લોકો જોઈ શકે છે પણ ચશ્માં પાછળની આંખો ની ભીનાશ એ નથી વાંચી સકતા.
રિસાયેલ મનની વાતો તારા છબી સાથે સદન્તર કર્યા તો કરું છું. પણ તારા સ્વર માં વળતો જવાબ નથી મળતો.અને વારંવાર પાછો એ જ બોલું છું કે ... કાશ હું તને પાછો લાવી શકતો હોત!
આજે પણ તહેવાર આવે છે મહેમાન આવે છે સગાસંબઘી ભેગા થાય છે જાતજાતની મીઠાઈઓ બને છે પણ તારા હાથનો બનાવેલ અને મારા મનપસન્દ ગાજરના હલવા જેવી મીઠાસ નથી આવતી.બધું પેન વગરનું કોરું અને ફિક્કું લાગે છે.મને યાદ છે તારું વારંવાર મારી ડીશમાં જોવું,ખૂટતાની સાથે પીરસવું અને સહેજ અહૂતર જતા પાણીનો ગ્લાસ લઈને દોડતા આવું.મારી પસંદ, નાપસંદનું ધ્યાન રાખવું, મારા કામના કાગળિયાથી દવાઓ ના સમય સુધીની ખબર રાખવી. આ બધી ખોટ પળે પળે વર્તાઈ રહી છે.
પૂજા, એક વાત કહેવી છે તને, "શ્વાસ આપડો ભલે અલગ હતો, પણ વિશ્વાસ અડીખમ હતો.શરીર ભલે અલગ હતા, પણ આત્મા એક હતો.આપડી દુનિયા આજે ભલે અલગ છે,તને પામવાની ચાહ આજે પણ જીવંત છે.હું તને આજે પણ ખુબ પ્રેમ કરું છું."..... બસ હવે કલમ અને મન સાથ નથી આપી રહ્યા. વધારે નહીં લખી શકાય.... !
......કાશ તું પાછી આવી શકતી હોત!......કાશ તું હોત .. !♥️✍️