આજ રમતી મેં એક મેઘઘટા ભાળી,
ક્યાંક વરસીને ક્યાંક કેવી તડકી!
મહાલય સમાં મહેલો જાણે સજાવ્યા બુંદબંદમાં,
ને કોઈ મૂંગી ઝૂંપડીઓ કેમ ધ્રૂજતી!
ઓલી પનિહારીની ભીંજવી ચૂંદડી,
તો કોઈની અધૂરી કેમ ગાગરડી?
ક્યાંક ડુંગરે ચમકે ગરજતાં ઝરણાઓ,
ને ઓલી શુકી કેમ રહી વીરડી?
અનરાધાર એ કેવો વરસ્યો મેહુલિયો,
તોય તરસ્યું રહ્યું આ ભવનું આયખું.
Krishna.