*🌧️ચોમાસાને કાગળ લખ, એ સમજી જાશે...*
*ના ફાવે, તો ઝાકળ લખ, એ સમજી જાશે...*
*અડખે - પડખે લાંબા - ટુંકા મીંડા દોરી,*
*એની નીચે વાદળ લખ, એ સમજી જાશે...*
*એકાદ - બે સર્પાકારી લીટી દોરી,*
*એમાં વચ્ચે ખળખળ લખ એ સમજી જાશે...*
*તીર જેવું દોરી એનો છેડો તું લંબાવ,*
*હળવેથી હળ લખ, એ સમજી જાશે.*
*જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે..*
*પાંપણ નીચે જળ લખ, એ સમજી જાશે*
*અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ*
*એની નીચે ચાતક લખ, એ સમજી જાશે*
*ચોમાસાને કાગળ લખ*
*એ સમજી જાશે...!!*