જાણે વ્હાલની એક સરવાણી સમો,
એક એવો તું મળ્યો...
મારા ગીતના એક સૂર સમો,
એક એવો તું મળ્યો...
મારા દેહનો એક આતમ સમો,
એક એવો તું મળ્યો...
મારા નયનનો એક અમી સમો,
એક એવો તું મળ્યો...
મુજ વિજોગણની એક તડપ સમો,
એક એવો તું મળ્યો...
***********************
Dhruti Mehta (અસમંજસ)