#ઉત્સાહી
ગમતાના ગુલાલે ગુર્જર ઘેલું રે વાલમ ,
ઓટના આધારે મન મારુ મેલું રે વાલમ .
ભીનો ભીનો અવસર કોરું એનું લેણું રે ,
નણદી મારે ભાભી ને મીઠેરું હવે મેણું રે ,
બાગના બાવળિયે ફૂટ્યું ફોરાનું ફરમાન ,
જોતા ઝાકળ ફુલડાનું ઝૂકી પડે છે નેણું રે .
ઓટના આધારે ....
મારા નાભના વાદળનું તું ટીપું પેલું રે વાલમ ,
છબછબિયાં ખોલીને તુજસંગ ખેલું રે વાલમ .
આજ વખતે મારા માં ચોમાસુ બેઠું વેલુ રે ,
જીલવાંછુ તૈયાર તારું સૂપડાધાર સાંબેલું રે ,
હાંસળીયે થી હેઠું ઉતરે મનડું તારું ચેલું રે ,
ના આવ અનરાધાર પલાળે મારા મોરસ નું ભેલું રે .
કલકલીયા ની કોરાપ ને વહાલ ઉમટ્યું પહેલું રે વાલમ
ભીનેરી ભોર ના ભરથાર ને વળગુ વેલુ રે વાલમ
ઓટના આધારે મન મારુ મેલું ... રે વાલમ....
મન મારુ ઘેલું રે વાલમ .....
કૃતિ