#ઉત્સાહી
===={}{}===={}==={}=====
ઉત્સાહ ચૈતન્યમય ઝરણું નિરંતર વહ્યા કરે છે, આપણે ત્યાં એના ઉદગમ સુધી પહોંચવા નું છે. ઉત્સાહી હોવું એ સહજ સ્વાભાવિક પ્રાકૃતિક છે.
જે પ્રાકૃતિક જીવન જીવે છે, એમના માં ઉત્સાહ ની કમી ક્યારેય નથી હોતી. ઉત્સાહ એ દિવ્ય ગુણ છે. જેટલો સાત્વિક માણસ હશે તેટલો ઉત્સાહથી ભરપૂર રહેશે.અને
રાજસિક નો ઉત્સાહ સ્વાર્થ વશ થોડોક મંદ હશે. જ્યાં ક્યાંક કશુંક મેળવવા ની પામવા ની ભાવના છે, ત્યાં ઉત્સાહ છે. પરંતુ દુનિયાદારી વલણ માં ક્યાક ઈચ્છા પુર્તિ ના અભાવે અવરોધ આવે છે.
તમસ ગુણ પ્રધાન વ્યક્તિ માં પણ ઉત્સાહ હોય છે, પરંતુ લાંબો ટકતો નથી, ધૈર્ય ની કમી છે, બીજા નું પડાવી લેવા ની વૃત્તિ અપ્રાકૃતિક છૈ, પરિણામે તમસ ગુણ નો ઉત્સાહ ટકતો નથી.
જેઓ હંમેશા બીજા નું ભલું ઈચ્છે છે, અને કર્તવ્ય પરાયણ છે, લોકો ને ઉપયોગી છે, ઈશ્વર તેમને શક્તિ આપે છે અને તેઓ ઉત્સાહી ખંતપૂર્વક અભ્યાસ દ્વારા સિધ્ધ થાય છે એટલે કે ગંતવ્ય સ્થાન પર પહોંચી જાય છે.