સાચું ખોટું વ્યવહારમાં , દેશ કાળે નીપજે,
અહીં સ્વાર્થ વશ ,ગુણવત્તા કદી ના ઉપજે;
ખોટું ખરૂં વ્યવહારમાં, વ્યક્તિગત ક્યાં કહું,
ધંધો છે વ્યવસ્થા સુસંગત, કારણ ઉપજે;
હોય છે જ્યાં દિલ, દરિયા જેવું વિશાળ ને,
ચાતક નજરે જિંદગીમાં, મોતી પણ નીપજે;
ભય હોય સ્વભાવિક, જિજિવિષા જીવ ને,
અમૃત સ્વાદ માણવો,કોક મરજીવા નીપજે;
સુખદુઃખ મનમાં, સ્વભાવિક મનોરથો તણો,
આનંદની અનુભૂતિ તો, નિ:સ્પૃહી માં ઉપજે;