#ખોટું
🌷 જૂઠ બરાબર કોઈ પાપ નહિ,
સાચ બરાબર કોઈ પુણ્ય નહિ.🌷
🌷એ સાચી વાત છે,અત્યારે લોકો ખોટું ખુબજ બોલે છે,
આજ ના ફોનમાં, અથવા તો એવું કહીએ, કે ફોન ના જમાના માં લોકો પલે પલે ખોટું બહુ જ બોલે છે,
જાણે ,જીવન નો એક ભાગ બની ગયો હોય ને એમ હરએક ની જિંદગી માં વણાઈ ગયો હોય, તેવું લાગે છે.........
અત્યારે લોકો જાણે ખોટું બોલવામાં પારંગત થઈ ગયા છે,જૂઠું બોલવાની કોઈ સર્ટી પણ નથી ,છતાં ખોટું બોલવામાં પારંગત.
🌷 ક્યારેક, કોઈ કાર્ય સારૂ કે યોગ્ય થતું હોય,તો ખોટું બોલવામાં કાંઈ પાપ નથી.ધર્મ ની બાબત માં પણ આપણા થી ખોટું બોલવાથી ધર્મ ની ઉન્નતિ થતી હોય તો ખોટું બોલવામાં પાપ નથી.
🌷 મહાભારત માં યુદ્ધ વખતે ભગવાને યુધિષ્ઠિર ને કહેલું કે, જ્યારે અધર્મ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને આપણાથી જૂઠ બોલવાથી ધર્મ ની સ્થાપના થતી હોય તો જુઠ બોલવામાં કોઈજ પાપ નથી.
🌷 જ્યારે ગુરુ દ્રોણને વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર ક્યારેય જૂઠું નહિ બોલે ત્યારે ગુરુ દ્રોણે યુધિષ્ઠિર ને પૂછ્યું હતું કે , અસ્વથામાં મર્યો છે,ત્યારે ગુરુ દ્રોણ જોડે યુધિષ્ઠિર જૂઠું બોલ્યા હતા.
🌷 આમ તો યુદ્ધ માં ભીમે અસ્વથામાં નામ ના હાથી ને મારી નાખ્યો હતો.એટલે આમ તો યુધિષ્ઠિર ખોટું પણ ના બોલ્યા કહેવાય.
🌷 આમ ,ભગવાને યુક્તિ રચી હતી કે, યુધિષ્ઠિરના ધર્મ ને હાનિ પણ ના પહોચે અને ગુરુ દ્રોણ હથિયાર હેઠા મૂકી દે.
🌷 એટલે લાસ્ટ માં એટલું જ કે યોગ્ય કાર્ય થતું હોય,અથવા તો આપણા થી ખોટું બોલવામાં ધર્મ સચવાતો હોય તો જ જૂઠું બોલવામાં કોઈજ પાપ નથી
🌷,આજ ના યુગ માં મોટાભાગે ખોટું બહુ બોલતા હોય છે,પણ જૂઠું ના ચાલતા જ બોલવું.હમેંશા સત્ય ને વળગી રહેવું જોઈએ,હમેંશા સત્ય વાણી ઉચ્ચારવી જોઈએ.
🌷 સત્ય નો માર્ગ ભલે કાંટાળો હોય પણ અંતે મંઝીલ તો સાચા લોકો ને જ મળે છે.હમેંશા સત્ય ને વળગી રહો,સત્ય એજ જીવન છે.સત્ય એ જ ધર્મ.
🌷 ' ધર્મ,' અને 'સત્ય' સિકાની બે બાજુ જેવા છે.🌷
🥀 જય શ્રી કૃષ્ણ🥀 ✍️માહી