તારુ મન જ એટલું સાચું છે કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે..
તારી લાગણી પણ એટલી જ નિખાલસ કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે..
તુ છે જ એટલો ભોળો કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે..
તારી વાતોમાં છે જ એટલી સચ્ચાઈ કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે..
તુ છે જ એટલો પ્રેમાળ કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે..
તુ છે જ મારા માટે એટલો ખાસ કે,
તારુ બોલેલું ખોટું જ ન લાગે....
રાજેશ્વરી
#ખોટું