ઘેલી થઇ છે મારી હર્ષ ભીની આંખો
આવ્યા તારા આવવાના એનધાણ
જેમ સુંકા રણમાં વાદળો ઘેરાય
મારી આંખો માં આશા ઘેરાયી એમ
વનમાં તો તું વરસે છે અનરાધાર, હવે
રણમાં તું વરસ મુશળધાર .
ભીની કરીને મુજને કરી દે વનરાવન
ગોપીઓ સાથે ખેલ્યો રાસ બહુ
આ રાધા નો શું વાંક??
હે કાન્હા!
બનું હું તારી બંસી તું તારા સુર છેડ, તારી આ
રાધા ના કોરા જીવન માં થોડી તો ભીનાશ ભર.
#ભીનું