સમયે સજાવી છે સેજ,. સુંવાળી તો નથી,
ઝાંઝવાનુ સુખ આશા એવી,ઠગારી તો નથી;
છોડીને ફળ તોડીએ ,પાંદડા અનાસક્તિ ના,
અમૃત મય ભાવના ન્યારી, ગોઝારી તો નથી;
વલોપાત તો હોય છે હૈયામાં, હસતા મુખડે,
ભાવ માં ડૂબતી જીંદગી, એ નકારી તો નથી;
ઉલ્ફતની રંગતરંગ લંબાઈ, ટકે છે ક્યાં સુધી,
સ્વાર્થ ની સગાઇ તોડી, કદી મઠારી તો નથી;
ઈલઝામ શાને લગાવો , નેકદિલ છે તમન્ના ને,
તૃષ્ણા વિના જીંદગી ,સંસારમાં નકારી તો નથી: