અણધારી આફત માં બાથ ભરી ને સાથ આપે છે એક પ્રેમાળ ઝરણું ...હૂંફ ,
કડકડ કરતી તૂટી પડેલ લાગણી ને પાછી સડસડાટ
બેઠી કરે છે ...હૂંફ.
આપતા જ બમણી થાય એવી મીઠાસ આ તો સરવાળા ની નિશાની છે ...હૂંફ.
આપલે કરી ને વધારો અવની પર સરખે સરખી ,આ તો હ્રદય ની ભીનાશ છે... હૂંફ.
" હ્રદય "