હજારોની ભીડમાં અટવાયેલો સાદ છું ,
નથી કહેવું કોઈને હું જ ફરિયાદ છું.
શુ મળશે ખોટુ વિવાદ કરવામાં ,
ગુજરી ગયેલા સંસ્મરણનો સંવાદ છું.
કરી કોશિશ સમર્પણમાં આબાદ કરવા સર્વને ,
સ્નેહના સંબંધોમાં અંતે તો હું બરબાદ છું.
બહુ વેઠી છે ગુલામી મેં "ઝંખના" ,
જીવી લેવા દો મને આજે હું આઝાદ છું.