Prem_222:
હુંફ જે મળી माँ ના ગર્ભમાં આજ મને સંભારે,
યાદ કરું કપરા સમયમાં મારી માં મને સાંભરે,
હુંફ મને મળી પિતાની લાગણીઓમા એવી તે,
આજ એકલા વિકટ પરિસ્થિતિમાં સંભારે,
હુંફ મને મળી બેનીનાં હાલરડામાં એવી તે,
કે આજ ઘોંઘાટયા જીવનમાં બેની સંભારે,
હુંફ મને મળી ભાઈ ના સાથ ની એવી તે,
આજે એકલતા લડતા લડાઈ ભાઈ સાંભરે,
હુંફ મને મળી મારા મિત્રોનાં સંગાથની એવી તે,
આજ પળ પળ શાંતિ ઈછતાં ભેરુ મારો સાંભરે,
હુંફ મને મળી મારાં સાથી સહવાસની જે એવી તે,
આજ પ્રેમ કેરા એકાંત માં મારી સંગીની સંભારે.....
#હૂંફ