એના શબ્દોના એ ગીત થકી,
મારા હોઠો ને એ સ્પર્શી ગયો.
એની દોડતી એ ધડકન થકી,
મારા હૈયાને એ ધડકાવી ગયો.
એના પ્રેમના એ કદમો થકી,
મારી રાહ માં એ છવાઈ ગયો.
એની પ્યાસી એ નજર થકી,
મારા રોમ રોમ એ સ્પર્શી ગયો.
એના નામ ના એક અક્ષર થકી,
મારો મનમિત એ છપાઈ ગયો.
******************
Dhruti Mehta (અસમંજસ)
#હૂંફ