#ઉત્સાહી
ઉત્સાહી મન મારુ કરે થનગનાટ કે આવશે અવસર મ્હારે દ્વાર, વીતી વાટલડી ની પળ હવે ખીલશે વસંત કેરી મહેર...
ઉત્સાહી મન મોર બની કરે કલશોર, બનું હું જ મારી સહિયર, જોવ દર્પણને આવે મુખ પર મુસ્કુરાહટ સભર લાલી...
ઉત્સાહી મન બને બહાવરુ, જુએ બારણે વારંવાર, કરે પ્રતીક્ષા પિયુની, આંખલડી થાય વિહવળ મળવાને...