ઘણા સમયબાદ એકલી પડી ને નવરાશ મળી,
રોજ પહેલા બીજા માટે ચા બનાવતી હું,
આજે થયું લાવ ને જરા પોતાના માટે ચા બનાવું.....
ચા પીતા પીતા હાથમાં એ જૂની ચોપડી લાગી,
ચોપડી શું આવી, નજરોમાં ઘણી યાદો વિખેરી ગઈ.....
વિખરેલી એ યાદોમાં,
જૂની પુરાણી, બચપન લડકપન, પ્રેમ જુદાઈ,
કઈ કેટલીય ક્ષણો સજીવન થઈ....
અરે કોઈ આવ્યું એનો સંચાર થયો ને,
યાદો ને ચોપડીમાં સમેટતી હું,
પાછી વર્તમાન માં આવી પડી....
***********************
Dhruti Mehta (અસમંજસ)