Prem_222:
ઝંખના
જ્યારે જ્યારે હું ઘર થી દૂર જાઉં છું,
ત્યારે ત્યારે મને ઘરની ઝંખના સતાવે છે,
અનન્ય પ્રેમ અને વાત્સલ્ય નો દરિયો છે,
પિતાના મિલનની અત્યંત ઝંખના સતાવે છે,
જેમ હમેશા દીકરી સાસરે જાય છે,
ત્યારે હમેશા પિતા ની ઝંખના સતાવે છે,
ઉમર મારી નાની ને હાથ પકડ્યો પિતાનો,
દુનિયાના પ્રવાસ ની ઝંખના સતાવે છે,
ઉમર મારી જુવાનને હાથ પકડ્યો પિતાનો,
ચાર ધામ ના દર્શન ની ઝંખના સતાવે છે,
પળ પળ જ્ઞાન મળ્યું, દરેક પળ કામ લાગે,
અનુભવ પિતાનો એ સાંભળવાની ઝંખના સતાવે છે,
મુશ્કેલીના સમયમા સામે આવે ચહેરો પિતાનો,
આજે પણ સાથે રહેવાની ઝંખના સતાવે છે,
એકલવાયુ જીવન જીવવા મજબૂર થયા,
પૂકાર કરું માબાપને સેવાની ઝંખના સતાવે છે,
Happy Father's Day....
Dedicated to all Father's from his child... 🙏🙏❤️🙏🙏
#અત્યંત