પપ્પા ! જીવન ની સચ્ચાઈ ,
સંસ્કારો નું સિંચન ને પ્રેમ ની દોરી.
નાનપણ માં ચાલવાનો સહારો ,
પીઠ બેસવાની ચાલતી ફરતી ખુરશી.
જ્યારે જ્યારે દુનિયા એ ધિક્કાર્યો ,
ત્યારે ત્યારે પપ્પા એ અપનાવ્યો.
પપ્પા ! જીવન ની સચ્ચાઈ ,
સંસ્કારો નું સિંચન ને પ્રેમ ની દોરી.
જીવન ના ખોટા શોખ ને સબંધ ,
સાચી ને સચોટ સમજ આપતું સીપીયુ.
જ્યારે જ્યારે લોકો એ ભૂલાવ્યું ,
ત્યારે ત્યારે પપ્પા એ સહાર્યો.
પપ્પા ! જીવન ની સચ્ચાઈ ,
સંસ્કારો નું સિંચન ને પ્રેમ ની દોરી.
અંકિત ચૌધરી " અંત " - happy Father's day