પ્રેમ કેરા આગોશમાં હું તારા, આજ તો સમાઈ જઉં,
પ્રણય કેરાં પથ પર હું તારા, આજ તો છવાઈ જઉં...
રૂપ કેરા મોહમાં હું તારા, આજ તો ભરમાઈ જઉં,
પ્રીત કેરી લાલી માં હું તારા, આજ તો લજવાઈ જઉં..
શબ્દો રૂપી માળામાં હું તારા, આજ તો પરોવાઈ જઉં,
સ્નેહ રૂપી રંગ માં હું તારા, આજ તો રંગાઈ જઉં,
તું મળે કે ન મળે, હું આજ તો હરખાઈ જઉં....
**********************
Dhruti Mehta (અસમંજસ)
#અત્યંત