સાયબો
મારી નજરોના ઈશારા તે પળભરમાં પામી જતો,
એવો તે મારો સાયબો..
મારા વણ કહ્યા અક્ષર એની કલમે રચાવી જતો,
એવો તે મારો સાયબો..
મારા હૈયાની ધડકન એના ખૂનથી સિંચાવી જતો,
એવો તે મારો સાયબો...
એના લુચ્ચા એક સ્મિતથી અમને તે શરમાવી જતો,
એવો તે મારો સાયબો...
***********************
Dhruti Mehta (અસમંજસ)