મારા પપ્પા
ધોમધખતા તાપ માં લીમડા નો મીઠો છાંયો એ મારા પપ્પા,
વગર માગ્યે જ મારી જરૂરિયાત સમજી જાય એ મારા પપ્પા,
દરેક તહેવાર માં મને મનગમતા કપડા ને વસ્તુ લાવી,
પોતે એ જ જુના કપડા માં ચલાવી લેતા એ મારા પપ્પા,
આખી દુનિયા જે વાત નાં મનાવળાવી શકે ,
એ મારી એક જ વાર માં માની જાય એ મારા પપ્પા,
ભલે ક્યારેય બોલી ને બતાવે નઈ,
પણ મારી જ ખુશીઓ ની ચિંતા કરતાં એ મારા પપ્પા,
મારી દરેક ચિંતા નું સોલ્યુશન એ મારા પપ્પા,
મને મારા માટે લડતા અને આગળ વધતાં શીખવાડનાર એ મારા પપ્પા,
#dilnidiary
Pooja Dabhi