એક દિલ 💓
નોખા આપડે પણ છતાં,
એક આજ દિલ થયું..
નોખી આપડી રીત છતાં,
એક આજ પ્રીત થઈ..
નોખી આપડી દુનિયા છતાં,
એક આજ મન થયું..
ના ઉમ્રની સીમા, ના શબ્દોનું બંધન,
એવું અનોખુ આપડું આ બંધન..
સ્વર અનેક પણ, એકમેક ગીત આજ થયા,
તારા પ્રેમનું સંગીત દિલના તાર છેડી ગયું..
******************
Dhruti Mehta (અસમંજસ)