એના નાનકડા મનમાં હું કલ્પના ના રંગો ભરું છું.
હા, હું શિક્ષક છું....
એના ગડબડીયા અક્ષર માં હું ગાંધી ભાળું છું.
હા, હું શિક્ષક છું....
એના તરવરતા હાથ જાલી હું એકડો ભણાવું છું.
હા, હું શિક્ષક છું....
એના ત્રાંસા લિટા નું હું ચિત્ર દોરાવુ છું.
હા, હું શિક્ષક છું....
એના માસુમ પ્રશ્નો ને હું સમજણથી વારું છું.
હા, હું શિક્ષક છું....
એના ગુસ્સા ને ઠારવા જાતને જોકર બનાવું છું.
હા, હું શિક્ષક છું....
એને કાગળ ની હોડી માં હું દુનિયા દેખાડું છું.
હા, હું શિક્ષક છું....
એની સાથે રમવા હું મારા બાળપણ ને પાછું બોલાવું છું.
હા, હું શિક્ષક છું....
એની ઝળહળતી આંખો માં હું સુતા સપના જગાડું છું.
હા, હું શિક્ષક છું....
એને ઇસુ, ઈશ્વર, અલ્લાહ માં હું માનવતા મોખરે દેખાડું છું.
હા, હું શિક્ષક છું....
એને ફરિશ્તા બનાવવા હું મારી દુનિયા ભુલી ને વર્ગ માં આવું છું.
હા, હું શિક્ષક છું....
sayra...🍁