થશે ઉન્નતિ તારી, તો લોકો ટોળે વળશે
પીઠ થબથબાવીને તારી તને ગળે મળશે
ચહેરો રાખીને હસતો, અંદરોઅંદર ભડકે બળશે
તને નીચો પાડવાને અવનવા કાવતરા ઘડશે
થશે ઉન્નતિ તારી તો લોકો ટોળે વળશે
ઓળખતો નહીં હોય તુ જેને, એ પણ તારા વખાણ કરશે
સફળતા જોઇને તારી અંદરોઅંદર વાતો કરશે
થશે ઉન્નતિ તારી તો લોકો ટોળે વળશે
આંખ સામે થઇને સારા, પીઠ પાછળ બુરાઇ કરશે
આગળ વધતો અટકાવવા તને અવનવા અખતરા કરશે
થશે ઉન્નતિ તારી તો લોકો ટોળે વળશે
પ્રશંસા કરીને તારી, તને ફોસલાવવાના પ્રયત્નો કરશે
રાખજે પગ તુ જમીન પર આ તો છેક સ્મશાને પહોંચાડવાના પ્રયાસો કરશે
થશે ઉન્નતિ તારી તો લોકો ટોળે વળશે
સ્વાર્થની બનેલી દુનિયાનો વિશ્વાસ ન કરતો મારા ભાઇ
અહીં બતાવીને સપના ઉંચા ખોદે છે આપણી જ ખાઇ
થશે ઉન્નતિ તારી તો લોકો ટોળે વળશે
પીઠ થબથબાવીને તારી તને ગળે મળશે
પરિમલ પરમાર
#ઉન્નતિ #ક ાવ્ય