સમજ અને સબંધ થી અજાણ હતો !
તારા મળ્યા પછી મને ઓળખાણ થઈ.
જોત જોતામાં દિલ માં ઘર કરી ગયો !
પોતાના થી પણ વધારે અણમોલ થયો.
જેને ખોવું શું ને પામવું શું ? ખબર નોતી !
આજ એ તને ખોવાથી ડર તો થઈ ગયો.
કીમતી શું ને સસ્તું શું ? જાણતો નોતો !
આજે સોના ચાંદી થી કીમતી તું થઈ ગયો.
ઠોકરો ખાનાર ને પડી જનાર હું અંકિત !
ઉઠતા ને સાંભળતા શીખવી ગયો રાહુલ.
જાન થી પણ વધારે ને કિસ્મત નો ધણી !
મારો ભાઈ દિલ નો નાતો જોડી ગયો રાહુલ.
અંકિત ચૌધરી ' અંત '