જિંદગી મહીં અમુક સંબંધ અનન્ય હોય છે.
સગપણ વગરના પણ સંબંધ અનન્ય હોય છે.
મતલબથી સંબંધ બંધાય એવી દુનિયાં મહીં,
નિસ્વાર્થ સંબંધ મળે તો તે અનન્ય હોય છે.
અમે મળ્યા અને સમજણ પૂર્વક છૂટા પડ્યા,
યાદ ની આવન જાવન પણ અનન્ય હોય છે.
કોઈના સુખે સુખી ને દુઃખે દુઃખી માનવ શોધું,
મળે તો માનવ માટે માણસાઈ અનન્ય હોય છે
#અનન્ય